ડેસર પોલીસ સ્ટેશન ખાતે 56 ભોગ અને સત્યનારાયણ કથા બાદ ઉત્સાહ-ઉમંગ સાથે બાપ્પાને ભાવભીની વિદાય

ડેસર પરમારચિરાગ

ડેસર પોલીસ સ્ટેશન ખાતે ગણેશોત્સવની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ વિસર્જનના અંતિમ દિવસે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગણપતિ બાપ્પાને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટેશનના સ્ટાફે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.સત્યનારાયણ કથા પૂર્ણ થયા બાદ ગણપતિ બાપ્પાની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉત્સાહ અને ઉમંગ સાથે ગરબાની રમઝટ જામી હતી. DJના તાલે ગરબા અનેગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.ત્યારબાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી. DJના સંગીત અને જયઘોષ વચ્ચે બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વિસર્જન પ્રસંગે સૌએ આવતા વર્ષે ગણપતિ બાપ્પાનું વહેલું આગમન થાય તેવી પ્રાર્થના કરી હતી.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો