સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાદરડા રામાપીર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અને માલપુર રેન્જમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાદરડા રામાપીર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અને માલપુર રેન્જમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી નિમિત્તે ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય અને જનભાગીદારીલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે સાદરડા ખાતે આવેલા રામાપીર મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજી મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારની સ્વચ્છતા કરવામાં આવી હતી.

 

સ્વછતા અભિયાન દરમિયાન ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા તેમજ જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ રાખવા અંગેનો સંકલ્પ લીધો હતો. સ્વચ્છતા માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન રહે અને સ્વચ્છતાને રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવામાં આવે તે માટે જનભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ ઉપરાંત માલપુર રેન્જ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની જવાબદારી નિભાવવા તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણના સંતુલનમાં સહભાગી બનવા સૌને અપીલ કરવામાં આવી હતી.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો