લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ટીનુભા બી. જાડેજાને એએસઆઈ તરીકે બઢતી

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા.૨૪, જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ટીનુભા બી. જાડેજાને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (એએસઆઈ) તરીકે બઢતી મળતાં લાલપુર પોલીસ સ્ટેશન સહિત સમગ્ર પોલીસ પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

ટીનુભા બી. જાડેજાને બઢતી મળવાના પ્રસંગે લાલપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રમોશન પિપિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં પીએસઆઈ એસ.પી. ગોહીલ દ્વારા ટીનુભા બી. જાડેજાને એએસઆઈ તરીકેના બેજ લગાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે લાલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સહકર્મીઓએ ટીનુભા બી. જાડેજાને બઢતી બદલ શુભેચ્છાઓ પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. બઢતી મળતાં પોલીસ સ્ટાફમાં આનંદની લાગણી પ્રસરી હતી.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો