કોડીનાર ખાતે “માનસિક બીમારી અને બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો વિશે સેમિનાર યોજાયો.

જિલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા માનસિક બીમારી અને બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓને તેમના કાનૂની અધિકારો, મફત કાનૂની સહાય તથા સમાજમાં સમાનતા અને સન્માન મળે તે હેતુથી NALSA (Legal Services to Persons with Mental Illness and Persons with Intellectual Disabilities) Scheme, 2024 અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું હતું કે માનસિક બીમારી અથવા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ પણ બંધારણ અને કાયદા હેઠળ સમાન અધિકારો ધરાવે છે. આવા વ્યક્તિઓ સાથે ભેદભાવ, શોષણ, હિંસા અથવા મિલકત અને અન્ય હકો અંગે અન્યાય થાય ત્યારે તેઓ કાનૂની મદદ મેળવી શકે. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને સંદેશ આપવામાં આવ્યો કે “દયા નહીં, અધિકાર અને સન્માન આપીએ; ભેદભાવ નહીં, સમાન તક આપીએ.” માનસિક બીમારી અથવા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને સમાજથી અલગ નહીં પરંતુ સમાજનો સમાન અને સન્માનિત સભ્ય તરીકે સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો.

આ તકે કોડીનાર કોર્ટ પીએલવી પ્રકાશ જે. મકવાણા તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કુ.દુધીબેન એમ .વાઝા વહીવટી ક્લાર્ક કે.સી મકવાણા તથા સ્ટાફ ગણ અને કન્યાઓ હાજર રહી હતી.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો