WAKANER:વંદે માતરમ્ ના ૧૫૦ વર્ષ નિમિત્તે વિદ્યા ભારતી વાંકાનેરમાં ૩૫૦૦ થી વધુ લોકોનું સામૂહિક ગાન

વંદે માતરમ્ ગીતના ૧૫૦મા વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન, નવી દિલ્હી દ્વારા *”નમામિ ભારતમ્”* અંતર્ગત સમગ્ર ભારતમાં એક સાથે સામૂહિક વંદે માતરમ્ ગાનનું એક કરોડથી વધુ લોકો જોડાય તે માટે આયોજન કરેલ

આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત વાંકાનેર ખાતે શ્રી વી.એ.મહેતા શૈક્ષણિક સંકુલ દ્વારા દોશી કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાંકાનેર સંકુલ ઉપરાંત જોડાયેલી અન્ય 6 સંસ્થાઓ મળીને કુલ *૩૫૦૦ થી વધુ લોકોએ* એક સાથે વંદે માતરમ્ ગાન કર્યું હતું.
૧*શ્રી વી.એ. મહેતા શૈક્ષણિક સંકુલ શિશુ મંદિર મંદિરથી ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના વિદ્યાર્થી અને નિમંત્રિત મળી અંદાજિત ૨૦૦૦ લોકો આ ઉપરાંત
૨ રમેશભાઈ ડાભી ની અધ્યક્ષતામાં દિગ્વિજયનગર પ્રાથમિક શાળા ૨૧૦ લોકો
સોલંકી સાહેબ, શિતલબેન શાહ ની હાજરીમાં અમરસિંહજી હાઈસ્કૂલ, વાંકાનેર
. ઇન્દુમતીબેન લલિતભાઈ મહેતા કોમર્સ કોલેજ , બી.સી.એ. કોલેજ મળી કુલ ૫૦૦ લોકોની ઉપસ્થિતિ રહી
૫ અશ્વિન બાપુની અધ્યક્ષતામાં વેદમાતા ગાયત્રી શાળા વાંકાનેર માં ૧૫૦ લોકો
૬ અસ્મિતાબેન ગામી આચાર્ય ની અધ્યક્ષતા માં ઓરપેટ કન્યા વિદ્યાલય, ટંકારા ૬૮૦વિદ્યાર્થીની બહેનો દ્વારા વંદે માતરમ ગાન થયું આમ વાંકાનેર વિદ્યા ભારતી સંકુલના પ્રયત્નથી કુલ અંદાજિત ઉપસ્થિત 3580 જેટલા લોકોએ વંદે માતરમ ગાન કર્યું.
દોશી કોલેજમાં યોજાયેલ કાર્યક્રમમાં ખાસ ભારત વિકાસ પરિષદ ના કાર્યકર્તા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, આંખની હોસ્પિટલના કર્મચારીગણ, દોશી કોલેજના કર્મચારીગણ, વાલીશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના *રાજયોગિની બ્રહ્માકુમારી શૈલા દીદી અને સારિકા દીદી ઉપસ્થિત રહ્યા હતાઅને વંદે માતરમ નું મહત્વ સમજાવ્યું ટ્રસ્ટના પ્રમુખ શ્રી અમરશીભાઈ મઢવી, ઉપપ્રમુખશ્રી વિનોદભાઈ શાહ ટ્રસ્ટી દિનેશભાઈ રાવલ મુખ્ય અતિથિ સંતશ્રી રેવાદાસ બાપુ દ્વારા પણ આશીર્વાદ આપી વંદે માતરમ ગાનની મહત્તા સમજાવી શ્રી વિનુભાઈ રૂપારેલીયાદ્વારા સ્વાગત પરિચય કરાવવામાં આવ્યો .વક્તવ્ય શ્રી ભૂપતભાઈ છૈયા દ્વારા આપવામાં આવ્યું કે કે શાહના આચાર્ય વેગડા સાહેબ,એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ના આચાર્ય દર્શનાબેન જાની,સી કે શાહ પ્રાથમિક વિદ્યાલયના પ્રધાન આચાર્ય મમતાબેન પંડ્યા,ખ્યાતિબેન કરથીયા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા વિજયભાઈ પરમાર ને સંયોજક બનાવી આયોજન કરવામાં આવેલ
કાર્યક્રમનું સંચાલન શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની google ફોટોગ્રાફી સત્યન ભાઈ પોપટ અને ધ્રુવીબેન શાહ દ્વારા કરવામાં આવી એક જ સમયે સમગ્ર ભારતમાં વંદે માતરમ ગાન થાય એ સંકલ્પ સાથે ૧૧:૦૦ કલાકે તમામ કેન્દ્રો પર એક સાથે વંદે માતરમ્ ગાન કરવામાં આવ્યું હતું અને ભારત માતા કી જયના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા કાર્યક્રમમાં પ્રેસના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પધારેલ અતિથિ શ્રી અને અધ્યક્ષ દ્વારા પણ વંદે માતરમ ના મહત્વ અંગે ઉદબોધન આપવામાં આવ્યું અંતે તમામ જોડાયેલી સંસ્થાઓ માટે સંસ્થાના પ્રમુખશ્રી અમરશીભાઈ મઢવી દ્વારા વંદે માતરમ ગા ન દ્વારા વિશ્વ વિક્રમ કરવાના આ કાર્યમાં સહભાગી થવા બદલ આભાર વિધિ કરવામાં આવી











