રાપરના પ્રાગપર ખાતે “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સફાઈ અને શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

રાપર,તા-૨૫ સપ્ટેમ્બર : રાપર તાલુકાના પ્રાગપર ગામે ખાતે સ્વચ્છતા અને શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો, સ્વચ્છતાની ટેવ કેળવવાનો તથા ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાનો હતો.આ કાર્યક્રમમાં ગાંધીનગરથી પધારેલ અતિથિ વિશેષ રાજશ્રી એન. કુશવાહા (GAS), સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભુજના ભાવિનભાઈ, તાલુકા વિકાસ અધિકારી ખોડુંભા વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના ઉદ્દેશો, સ્વચ્છતાનું મહત્વ તથા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જાળવવા માટે ગ્રામજનોની સહભાગિતાની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અતિથિ વિશેષ રાજશ્રી બેન.એન. કુશવાહા દ્વારા સ્વચ્છતા, સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણનું મહત્વ તથા સખી મંડળની બહેનોની ભૂમિકા અને મહિલા સશક્તિકરણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ SBMના વિપુલભાઈ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા, કચરાનો યોગ્ય નિકાલ કરવા તથા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ બાદ ઉપસ્થિત મહાનુભાવો, અધિકારી ઓ, કર્મચારીઓ, ગ્રામજનો, સખી મંડળની બહેનો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમિયાન ગામમાં સ્વચ્છતા જાળવવા અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સામૂહિક પ્રવૃત્તિ દ્વારા ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામ પંચાયતનાં સરપંચ મજીબેન પરમાર, ભરતભાઈ પરમાર, દેવરાજભાઈ, કરમશીભાઈ આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન (SBM)ના ધીરુભાઈ, વિપુલભાઈ, મેહુલભાઈ અને જિગરભાઈ તથા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)ના સ્ટાફ સ્મિતાબેન, રસિકભાઈ, શંકરભાઈ, ઉમેદભાઈ, મનજીભાઈ, ભરતભાઈ, વનરાજભાઈ, મહેન્દ્રભાઈ, લક્ષ્મીબેન, જ્યોતિબેન અને રશ્મિબેન ઉપસ્થિત રહ્યા હતા.ગામના આગેવાનો, ગ્રામજનો, સખી મંડળની બહેનો, આશા વર્કર, આંગણવાડી વર્કર, શાળાના આચાર્ય, શાળા સ્ટાફ તથા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ભરતભાઈ પરમાર દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે સામૂહિક સફાઈ કામગીરી પૂર્ણ કરી સૌએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો