વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૨૫ સપ્ટેમ્બર : ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીજપાસર ના આયુષ્માન આરોગ્ય મંદિર લખપત ખાતે ની શ્રી વિજપાસર માધ્યમિક હાઈસ્કૂલ તેમજ ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ . મિતેશ ભંડેરી સાહેબ, આર.સી.એચ.ઓ. ડૉ. દિનેશ પટેલ સાહેબ તેમજ DTO ડૉ. મનોજ દવે સાહેબ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નારાયણસિંઘ સાહેબ તેમજ મેડિકલ ઓફિસર ડૉ. તૈયફુર સાહેબ ના માર્ગદર્શન હેઠળ એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને શારીરિક, માનસિક, સામાજિક અને જાતીયવિકાસ અને ફેરફારો અંગે, પોષણ અને પોષક તત્વો જેવા કે કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, ચરબી, વિટામિન, મિનરલ્સ અને પાણી વિશે ઉપરાંત કિશોરાવસ્થામાં આઇએફએ ટેબલેટ લેવાનું મહત્વ આ ઉપરાંત હીમોગ્લોબિન લેવલ વિશે તેમજ હિમોગ્લોબીન નું પ્રમાણ વધારવા પૌષ્ટિક આહાર લેવા કિશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીનીઓને 10 વર્ષ અને 16 વર્ષ દરમિયાન ટીડી ની વેક્સિન લેવા અંગે સમજણ આપવામાં આવી તેમજ રાષ્ટ્રીય AIDS અને STD નિયંત્રણ કાર્યક્રમ (NACP) અંતર્ગત સઘન IEC અભિયાન-3.0 હેઠળ HIV/AIDS, ટીબી, હિપેટાઇટિસ, લેપ્રસી સહિતના ચેપી રોગો અંગે જાગૃતિ કાર્યક્રમસમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન IEC અભિયાન-3.0 હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ HIV/AIDS સહિત વિવિધ ચેપી રોગો અંગે જનજાગૃતિ વધારવા, રોગ અંગેની ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા તેમજ સમયસર તપાસ, નિદાન અને યોગ્ય સારવાર માટે લોકોને પ્રેરિત કરવાનો છે.કાર્યક્રમ દરમિયાન વિવિધ રોગોના કારણો, સંક્રમણના માર્ગો, મુખ્ય લક્ષણો, બચાવના ઉપાયો, સમયસર તપાસ અને યોગ્ય સારવાર અંગે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી. HIV/AIDS અંગે સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર HIV ટેસ્ટિંગ, ART સારવાર તેમજ HIV સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવ અને કલંક દૂર કરવા અંગે પણ સમજ આપવામાં આવી હતી . કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડૉ તૈયફુર સાહેબ, સુપરવાઇઝર વિજયભાઈ શ્રીમાળી ,કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેનકુમાર પાતર, કોમ્યુનિટી હેલ્થ ઑફિસર કોમલ મેહરિયા ફી.હે.વ. સભીબેન, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રઘુભાઈ ખુમાર તેમજ માધ્યમિક અને પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.











