સેવા મેરા યોગદાન અંતર્ગત સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખાવડા CHCની મુલાકાત લીધી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૪ સપ્ટેમ્બર : સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત કચ્છ-મોરબી લોકસભા મતવિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે આગેવાન દેવજીભાઈ વરચંદ તથા હિતેશભાઈ હિંમતલાલ ખંડોર ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમિયાન સાંસદએ CHC ખાતે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓ, દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓનો જથ્થો તથા આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે તબીબો તથા આરોગ્ય કર્મચારીઓ સાથે મુલાકાત કરી તેમની કામગીરી અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.

ખાવડા સહિતના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના લોકોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કરવામાં આવતી કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી. CHC ખાતે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સાંસદને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.સાંસદએ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી તથા અંતરિયાળ વિસ્તારના નાગરિકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Horoscope

Weather

વધુ વાંચો

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો