MORBI:મોરબી જિલ્લામાં નવેમ્બર-૨૦૨૬ માસનો ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ તા.૨૫ તારીખે યોજાશે

MORBI:મોરબી જિલ્લામાં નવેમ્બર-૨૦૨૬ માસનો ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ તા.૨૫ તારીખે યોજાશે

મોરબી જિલ્લા કક્ષના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચકક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સ્વાગત’ (State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ અમલી છે. જે અંતર્ગત મોરબી જિલ્લાનો નવેમ્બર ૨૦૨૬ માસનો ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૨૫/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે, જેમાં અરજદારો પોતાના પ્રશ્નોની સીધી રજૂઆત કરી શકશે.

 

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારોએ નવેમ્બર માસના કાર્યક્રમ માટે પોતાની અરજીઓ ૧૦ તારીખ સુધીમાં જે-તે વિભાગની જિલ્લા કક્ષાની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજીના મથાળે ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ તેવું સ્પષ્ટ લખવાનું રહેશે તેમજ અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર અને સહી સાથે દર્શાવવા અનિવાર્ય છે.

 

નોંધનીય છે કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરતા પહેલા અરજદારે ગ્રામ કે તાલુકા કક્ષાએ જવાબદાર અધિકારીને અગાઉ લેખિત રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેવા જ પ્રશ્નો અહીં ગ્રાહ્ય રાખવામાં આવશે. વધુમાં, નીતિવિષયક પ્રશ્નો, કોર્ટ મેટર હેઠળના કે સબ-જ્યુડિસ પ્રશ્નો, વ્યક્તિગત આક્ષેપો ધરાવતી અરજીઓ, સેવાકીય બાબતો જેવી કે પેન્શન અને પગારના પ્રશ્નો અથવા જે પ્રશ્નો અગાઉ ‘જિલ્લા સ્વાગત’ માં રજૂ થઈ ચૂક્યા હોય તેવી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. ૧૦ તારીખ પછી મળેલી અરજીઓ હવે પછીના માસના કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મહારાષ્ટ્રના પ્રકાશાથી સુરત તરફ લઈ જવાતો દારૂનો જથ્થો પેરાગામ-ધોળાપીપળા રોડ પરથી ઝડપાયો; બે આરોપીઓની ધરપકડ, અન્ય આરોપીઓ વોન્ટેડ વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી ગ્રામ્ય પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧,૧૦૪ નાની બોટલો સાથે બે આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો શોધી કાઢ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના અને નવસારી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાયના માર્ગદર્શન હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી. ભરવાડની ટીમ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓ અશોકભાઈ પ્રભુભાઈ તથા શિવરાજભાઈ જોગભાઈને બાતમી મળી હતી કે સફેદ કલરનો બોલેરો મેક્સ પિકઅપ ટેમ્પો નંબર GJ-19-Z-2372માં ખાટલાની આડમાં છુપાવી વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રના પ્રકાશાથી ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પેરાગામ ચાર રસ્તાથી ધોળાપીપળા તરફ જતા માર્ગ પર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ બોલેરો પિકઅપને રોકી તપાસ કરતાં પાછળના ભાગે ચોરખાનું બનાવી તેમાં છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧,૧૦૪ નાની બોટલો, કુલ ૧૯૮.૭૨૦ લીટર, કિંમત રૂ. ૩,૫૦,૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ. ૭ લાખની બોલેરો પિકઅપ, બે મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦ હજાર સહિત કુલ રૂ. ૧૦,૬૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં ચેલસિંહ મોહનસિંહ રાજપૂત (ઉંમર ૨૯), મૂળ બાગોડા, જિલ્લા ઝાલોર, રાજસ્થાન, હાલ વરાછા, સુરત અને કિશનસિંહ ચંદનસિંહ ભાટી (ઉંમર ૩૨), મૂળ શિવાણા, જિલ્લા બાલોતરા, રાજસ્થાન, હાલ વરાછા, સુરતનો સમાવેશ થાય છે. બંને પૈકી એક ટેમ્પોનો ડ્રાઇવર અને બીજો ક્લીનર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ગુનામાં દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર તરીકે નારાયણસિંહ ઉર્ફે જશરાજ દહિયા સહિત અન્ય એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શિવરાજભાઈ જોગભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. સૈયદ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી. ભરવાડ, પીએસઆઈ એમ.એલ. સૈયદ, એએસઆઈ રવિન્દ્રભાઈ જયરામભાઈ, એએસઆઈ શૈલેષ જ્ઞાનેશ્વર સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો