મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી જૂનાગઢ જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિરોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાયું

રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ ઉત્કૃષ્ટ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના  હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી જૂનાગઢ જિલ્લામાં આયુષ્યમાન આરોગ્ય મંદિરોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના સ્થિત  પટેલ સમાજની વાડીખાતે જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી દ્વારા માળિયા હાટીના તાલુકામાં રૂ. ૩૬.૨૪ લાખના ખર્ચે ૪,૭૫૪ની વસ્તીને આવરી લેતા નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિર માળિયા-૨’ નું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ માંગરોળ તાલુકામાં રૂ. ૩૬.૦૦ લાખના ખર્ચે ૭,૦૦૦ની વસ્તી માટે આકાર પામનાર આયુષ્યમાન આરોગ્ય મંદિર ઢેલાણા’નું ઈ-ખાતમુહૂર્ત પણ સંપન્ન કરવામાં આવ્યું હતું.આ નવા આયુષ્યમાન આરોગ્ય મંદિરો કાર્યરત થવાથી સ્થાનિક ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે જ સગર્ભાઅવસ્થા અને બાળજન્મની સંભાળ, નવજાત શિશુ તથા બાળ સ્વાસ્થ્ય, કુટુંબ નિયોજન, ચેપી અને બિનચેપી રોગોનું સંચાલન, આંખ-નાક-કાન-ગળા (ENT) તથા મોં-દાંતની સંભાળ, વૃદ્ધો માટેની સારવાર, કટોકટીની તબીબી સેવાઓ (Emergency Services) અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી અદ્યતન સેવાઓ સરળતાથી મળી રહેશે. આ સેન્ટરો ખાતે સ્ત્રી આરોગ્ય કાર્યકર (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) ની ટીમ ઉપલબ્ધ રહેશે. આ લોકાર્પણથી માળિયા-૨ કેન્દ્ર દ્વારા ભંડુરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના સ્થાનિક ગ્રામજનોને તેમજ ઢેલાણા કેન્દ્ર દ્વારા મેખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ઢેલાણા, શેખપુર, નવા કોટડા અને જૂના કોટડા ગામના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓનો સીધો લાભ મળશે. આ પ્રસંગે જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, માળિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કાનાભાઈ જોટવા, કારોબારી ચેરમેન યશભાઈ ભાડજા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન જીતુભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય રામભાઈ અને ચેતનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્રમાંથી મેંદરડા પ્રાંત અધિકારી એ.બી. જોષી , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સાલ્વી, માળિયા પી.આઇ. શ્રી, તેમજ ગ્રામ પંચાયત માળિયાના સરપંચ શ્રી સંજયભાઈ ભૂત, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ઝણકાટ, શ્રી મહેન્દ્રભાઈ ગાંધી, કાથડભાઈ સિંધવ,સુશ્રીઅસ્મિતાબેન ચૌહાણ,સુશ્રીમણીબેન રામભાઈ વાળા,સભાપતિ હમીરભાઈ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો