હાલોલની શારદા વિદ્યામંદિરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી, ગણપતિબાપાને ૫૬ ભોગનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો.

રિપોર્ટર . કાદિર દાઢી . હાલોલ 

તા.૧૯.૯.૨૦૨૬

હાલોલના ગોધરા રોડ પર આવેલી અગ્રણી શૈક્ષણિક સંસ્થા શારદા વિદ્યામંદિર ખાતે ગણેશ મહોત્સવના પાવન અવસરે એક ભવ્ય અને દિવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં વિઘ્નહર્તા દેવ સમક્ષ ૫૬ જાતની વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ સજાવવામાં આવ્યો હતો, જે દર્શનાર્થીઓ માટે પરમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.આ મહોત્સવમાં શાળાના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓએ ઉમળકાભેર ઉપસ્થિત રહીને દર્શન-આરતીનો લાભ લીધો હતો, જેનાથી સમગ્ર શાળા પરિસર ભક્તિરસમાં તરબોળ થઈ ગયું હતું.આ મંગલમય પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અર્પિત ઠાકર તથા ચતુર્ભુજ પરીખ અને રાજેશ શાહ એ પરિવાર સહિત વિશિષ્ટ હાજરી આપી બાપાના આશીર્વાદ લીધા હતા. શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી આ ગણેશ મહોત્સવ અને અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ ખૂબ જ દિવ્ય અને સફળ રહ્યો હતો.

Oplus_16908288

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો