વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૯ સપ્ટેમ્બર : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલની હાજરીમાં એન.સી.સીના બાળકો અને પદાધિકારી ઓ દ્વારા “એક પેડમાં કે નામ 3.0 “ અંતર્ગત ટપકેશ્વરી રોડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ સાથે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેલારી ખાતે રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.









