MORBI:મોરબી જિલ્લા પોલીસ બેડામાં દીવાળી ટાણે ખુશીનો માહોલ: 43 પોલીસ કોન્સ્ટેબલ બન્યા હેડ કોન્સ્ટેબલ

MORBI:મોરબી જિલ્લા પોલીસ બેડામાં દીવાળી ટાણે ખુશીનો માહોલ: 43 પોલીસ કોન્સ્ટેબલ બન્યા હેડ કોન્સ્ટેબલ

મોરબી:દિવાળીના પર્વ પૂર્વે મોરબી જિલ્લા પોલીસ દળના કર્મચારીઓ માટે ખુશીના મોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મુકેશ પટેલ દ્વારા જિલ્લા પોલીસ દળના ૪૩ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલને બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવાનો મહત્ત્વનો હુકમ કરવામાં આવ્યો છે.

તારીખ ૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બઢતી હુકમ નં. ૨૮/૨૦૨૬ જાહેર કરવામાં આવતાંની સાથે જ પોલીસ બેડામાં અને બઢતી મેળવનારા કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહની લહેર પ્રસરી ગઈ છે.

જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, આ તમામ કર્મચારીઓને પે-મેટ્રિક્સ લેવલ-૩ ના રૂ. ૨૧,૭00 થી રૂ. ૬૯,૧૦૦ ના પગાર ધોરણમાં તદ્દન હંગામી ધોરણે તથા નિર્ધારિત શરતોને આધીન બઢતી આપવામાં આવી છે. ખાસ ઉલ્લેખનીય છે કે, બઢતી મેળવનાર તમામ કર્મચારીઓને તેમની હાલની ફરજના સ્થળે જ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ વિભાગમાં ફરજ, શિસ્ત અને જવાબદારી સાથે ખંતપૂર્વક કામગીરી કરતા કર્મચારીઓ માટે હોદ્દામાં થતો આ વધારો તેમની સેવાકીય કારકિર્દીનો એક મહત્ત્વનો સીમાસ્તંભ ગણાય છે. દિવાળીના પવિત્ર તહેવાર પહેલાં જ મળેલી આ ભેટથી કર્મચારીઓમાં એક નવા જ ઉત્સાહનો સંચાર થયો છે.

આ યાદીમાં ટ્રાફિક શાખા, એલ.સી.બી., એસ.ઓ.જી., સાયબર ક્રાઈમ, પોલીસ હેડક્વાર્ટર તેમજ મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા અને હળવદ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા કુલ ૪૩ કુશળ પોલીસ કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે.

દિવાળીના દિવસોમાં મળેલી આ બઢતી બદલ તમામ કર્મચારીઓ પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે, જેમાં પોલીસ વિભાગના સહકર્મીઓ, મિત્રો અને પરિવારજનોએ ઉત્સાહપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો