કરણપુરામાં જાપાનના કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને આધુનિક ખેતીનું માર્ગદર્શન આપ્યું.

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓથી માહિતગાર કરી ખેતી વધુ ઉત્પાદનક્ષમ અને સમૃદ્ધ બને તેવા હેતુથી કરણપુરા ખાતે બનાસ સેવ સોઈલ દ્વારા ખેડૂતલક્ષી માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. જેમાં જાપાનના કૃષિ નિષ્ણાતોની ટીમ અને થરાદની જમીન પરીક્ષણ લેબોરેટરીના ડૉ.દિલીપભાઈએ ખેડૂતોને રવિ પાકની માવજત, રોગ-જીવાત નિયંત્રણ, ખાતર અને દવાઓના યોગ્ય ઉપયોગ સહિતના વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં કરણપુરા અને ઘેસડા ગામના અંદાજે 100 થી 125 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જાપાનથી આવેલા 10 કૃષિ નિષ્ણાતો સહિત બનાસ સેવ સોઈલની ટીમે ખેડૂતો સાથે સીધો સંવાદ કરી ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અંગે સમજણ આપી હતી.

ખાસ કરીને રાયડાના પાકમાં ખેડૂતોને પડતી જોગીડા સહિતની સમસ્યાઓ, તેના નિયંત્રણ માટે યોગ્ય બિયારણની પસંદગી અને દવાઓના મર્યાદિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ જરૂરિયાત કરતાં વધુ ખાતર કે દવાનો ઉપયોગ કરવાને બદલે પાકની જરૂરિયાત મુજબ યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત જમીન પરીક્ષણ કરાવી તેમાં રહેલી પોષક તત્ત્વોની ઉણપ જાણી તે મુજબ જરૂરી ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા જાળવી શકાય અને પાકની ગુણવત્તામાં સુધારો થઈ શકે તે અંગે પણ ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા.

કરણપુરાના સરપંચ જેતશીભાઈ પટેલે જણાવ્યું હતું કે જાપાનના નિષ્ણાતો અને ડૉ. દિલીપભાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી ખેડૂતોને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. ઓછા ખાતર અને દવાના યોગ્ય ઉપયોગથી વધુ સારી ખેતી કરી શકાય તેવો સંદેશ આ બેઠકમાં આપવામાં આવ્યો હતો.

આ પ્રકારના ખેડૂતલક્ષી માર્ગદર્શન કાર્યક્રમોથી ખેડૂતોને નવીન કૃષિ પદ્ધતિઓની જાણકારી મળે અને ખેતી વધુ સમૃદ્ધ બને તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો