નવસારીના વિજલપોરમાં ત્રણ અજાણી મહિલાઓએ વૃદ્ધાને નિશાન બનાવી રૂ. ૮૦ લાખના સોનાના દાગીના સેરવી લીધા

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

શિવમંદિર પાસે બનેલી ઘટનામાં સોનાની ચેન, કાનની કડી અને વીંટીની ચોરી થતાં વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધાયો

નવસારી જિલ્લાના વિજલપોર વિસ્તારમાં રહેતા રમાબેન વિશ્વકર્મા નામની વૃદ્ધ મહિલાને નિશાન બનાવી ત્રણ અજાણી મહિલાઓ દ્વારા આશરે રૂ.૮૦ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિજલપોરના સંભવનગર વિસ્તારમાં શિવમંદિર પાસે ફરિયાદી મહિલા પસાર થઈ રહી હતી. તે દરમિયાન ત્રણ અજાણી મહિલાઓએ તેમની સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈ છેતરપિંડીપૂર્વક દાગીના પડાવી લીધા હતા.

આ ઘટનામાં ફરિયાદીના ગળામાં પહેરેલી આશરે એક તોલાની સોનાની ચેન, આશરે પાંચ ગ્રામની સોનાની કાનની કડીની એક જોડી તથા આશરે પાંચ ગ્રામની સોનાની વીંટી મળી કુલ રૂ. ૮૦,૦૦૦ની કિંમતના દાગીનાની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આરોપી ત્રણેય અજાણી મહિલાઓનાં નામ-સરનામાં જાણવા મળ્યાં નથી. આ મામલે વિજલપોર પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ ૩૧૮(૪) અને ૫૪ મુજબ નોંધી

ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો