વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા અમલી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી યોજનાના ૨૪મા હપ્તાની સહાયનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટા આંબા ગામે પી.એમ. કિસાન ઉત્સવ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોએ વડાપ્રધાનશ્રીના સંબોધન અને ૨૪મા હપ્તાની સહાયના વિતરણનું વર્ચ્યુઅલ માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે ખાટા આંબા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય ડો. સનમ પટેલ, બક્ષી પંચ મોરચાના મહામંત્રી તથા હેન્ડબોલ એસોસિએશનના અધ્યક્ષશ્રી, ખાટા આંબાના તાલુકા પંચાયત સદસ્યશ્રી બીપીનભાઈ જી. પટેલ, મનપુરના તાલુકા પંચાયત સદસ્યશ્રી શિવાજીભાઈ કે. ગાવિત, ખાટા આંબાના સરપંચશ્રી શુક્રભાઈ ડી. પટેલ, નવાનગરના સરપંચશ્રી રશિકભાઈ એસ. જાદવ તથા વાંસદા APMCના વાઇસ ચેરમેનશ્રી મણીલાલભાઈ જે. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.










