Rajkot: કાશ્મીરી અને પશ્મીના શાલની રાજકોટમાં ધૂમ માંગ, આરી-તિલ્લા વર્કની કારીગરીએ ખેંચ્યું ધ્યાન

તા.૩૧/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : રાજ લક્કડ, કેતન સારેસા

કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બન્યો રાજકોટનો ‘સરસ’ મેળો; સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નને કરી રહ્યો છે સાકાર!

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું

Rajkot: અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે રાજકોટના રાષ્ટ્રીય સરસ મેળામાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના જીવંત બની રહી છે. ભારતના મુકુટ સમાન કાશ્મીરની પરંપરાગત હસ્તકલાની અનોખી મહેક રાજકોટના મેળામાં પ્રસરી રહી છે. કલા, સંસ્કૃતિ અને પરંપરાના સેતુથી ગુજરાત અને કાશ્મીર વચ્ચે આત્મીયતાનો નવો સંબંધ રચાઈ રહ્યો છે. કાશ્મીરથી આવેલા મહિલા હસ્તકલા કારીગરો ગુજરાતની ઉષ્માભર્યો આવકારો , શાંતિપૂર્ણ વાતાવરણ અને અહીંના લોકોના પ્રેમથી અભિભૂત થઈ રહ્યા છે. આમ, સરસ મેળો માત્ર ખરીદ-વેચાણનું સ્થળ નહીં, પરંતુ દેશની વિવિધતામાં એકતા અને રાષ્ટ્રીય એકાત્મતાની ભાવનાને ઉજાગર કરતું જીવંત મંચ બની રહ્યો છે.

કાશ્મીરના બારામુલ્લાહ જિલ્લાના ‘મલિકપોરા ફ્રન્ટ સેલ્ફ હેલ્પ ગ્રુપ’નું પ્રતિનિધિત્વ કરતાં જમીલા બેગમે મેળામાં પરંપરાગત કાશ્મીરી શાલ, પશ્મીના શોલ, આરી વર્ક, ઉપરાંત, માત્ર સોયથી દોરાને ગુથીને ઉપસાવવાથી ડિઝાઇન એવું સોજમી વર્ક તથા તાંબાના વાયરથી ગૂંચીને ઉપસાવેલી તિલ્લા વર્કની ડિઝાઇન, ઉન અને રેશમ મિશ્રિત કાપડ તેમજ ડ્રેસ મટીરિયલ્સ અને બારીક ભરતકામવાળા કાશ્મીરી વસ્ત્રોનો સ્ટોલ લગાવ્યો છે. રંગબેરંગી અને કલાત્મક કાશ્મીરી વસ્ત્રોએ રાજકોટવાસીઓનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું છે, જેના પરિણામે રાજકોટના સરસ મેળામાં તેમનું વેચાણ ખુબ નોંધપાત્ર રહ્યું છે.

સફળ વેચાણ અને ઉત્સાહજનક આવકથી અભિભૂત થયેલા જમીલા બેગમ જણાવે છે કે, “અમે પહેલાં ઘરની ચાર દીવાલો પૂરતા સીમિત હતા. પરંતુ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)ના સહયોગથી અમને ઘરની બહાર નીકળીને સ્વતંત્ર વ્યવસાય કરવાની હિંમત અને તક મળી છે. ગુજરાત સરકાર દ્વારા અહીં સ્ટોલથી લઈને રહેવા-જમવા સહિતની તમામ સુવિધાઓ નિશુલ્ક પૂરી પાડવામાં આવી છે. રાજકોટના લોકોનો ખૂબ સારો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે અમને સારી આવક મળી છ

તેઓ વધુમાં ઉમેરે છે કે, પોતાના હાથની કારીગરીને જ્યારે આટલું મોટું બજાર અને ગ્રાહકોનું સન્માન મળે છે ત્યારે આત્મવિશ્વાસ બમણો થઈ જાય છે. તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માને છે.

આમ, રાજકોટનો સરસ મેળો માત્ર ખરીદીનું કેન્દ્ર ન રહેતાં જમીલા બેગમ જેવા અસંખ્ય નારી શક્તિના સપનાને પાંખો આપી ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરી રહ્યો છે 

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો