INDIA ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દિલ્હીમાં ‘જન-મહાભિયોગ’ યોજ્યો.

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે INDIA ગઠબંધને આક્રમક વલણ અપનાવતાં શનિવારે એક પ્રતીકાત્મક ‘જન-મહાભિયોગ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિપક્ષના દિગ્ગજ નેતાઓ એકઠા થયા હતા. ખડગેએ જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ કરતાં ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના ઈશારે કામ કરતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

સભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી હતી કે, ‘વિપક્ષને ચૂંટણી કમિશનર સાથે કોઈ અંગત દુશ્મની નથી, પરંતુ ચૂંટણી પંચ બંધારણના દાયરામાં રહીને નિષ્પક્ષ રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. દિલ્હીમાં બેઠેલા કોઈ વ્યક્તિ દ્વારા કમ્પ્યુટરથી નબળા વર્ગો, મહિલાઓ અને યુવાનોના મતાધિકાર છીનવી ન લેવાય. સીઈસી વડાપ્રધાન અને ગૃહમંત્રીના સીધા નિર્દેશો પર ચૂંટણી પંચ ચલાવી રહ્યા છે.

ખડગેએ કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર 2023માં વિપક્ષના 145 સાંસદોને સસ્પેન્ડ કરીને પસાર કરાયેલા ચૂંટણી કમિશનર નિમણૂક કાયદા સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, ‘આ કાયદા હેઠળ ચૂંટણી કમિશનરને જીવનભર એવું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે, જે દેશના રાષ્ટ્રપતિ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) પાસે પણ નથી. 7 મહિના પહેલાં વિપક્ષના 193 સાંસદોએ સંસદના બંને ગૃહોમાં સીઈસીને હટાવવા માટે નોટિસ આપી હતી, પરંતુ તેને ફગાવી દેવાઈ હતી.’

ખડગેએ આક્ષેપ કર્યો હતો કે, ‘સત્તા ટકાવી રાખવા માટે તપાસ એજન્સીઓ અને ઇલેક્ટોરલ બોન્ડ્સ બાદ હવે વોટ ચોરીનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. બિહાર સહિતના રાજ્યોમાં વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ના નામે વિપક્ષી મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવી રહ્યા છે. બંધારણ કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને મતાધિકાર આપે છે, અને આ લોકતાંત્રિક અધિકારને બચાવવા માટે વિપક્ષ તમામ તાકાત લગાવી દેશે.’

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે જણાવ્યું હતું કે, ‘મુખ્ય ચૂંટણી કમિશનરે એક નિષ્પક્ષ અમ્પાયર તરીકેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. સંસદના સ્પીકર કે સભાપતિ દ્વારા મહાભિયોગ નોટિસ સ્વીકારવામાં ન આવી હોવાથી વિપક્ષ પાસે જાહેર જનતાની વચ્ચે ‘જન-મહાભિયોગ’ લાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો બચ્યો.

આ પ્રતીકાત્મક સંસદીય કાર્યવાહીની અધ્યક્ષતા લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમારે કરી હતી. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી ગઠબંધનના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મીરા કુમારે પણ મતદારોને મતાધિકારથી વંચિત રાખવાને લોકશાહી પર મોટો પ્રહાર ગણાવ્યો હતો.

બીજી તરફ, ભાજપે આ પ્રતીકાત્મક મહાભિયોગને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે દેશમાં અરાજકતા ફેલાવવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ હવે માત્ર પોતાના નેતા રાહુલ ગાંધીના મનને બહેલાવવા માટે આવી મોક પાર્લામેન્ટ રચી રહી છે. તેમણે ઉમેર્યું કે વર્લ્ડ બેંકના 2025 ના અહેવાલ મુજબ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં ગરીબી ઘટીને 2.6 ટકા પર આવી ગઈ છે, જેનાથી હતાશ થઈને વિપક્ષ આવા પાયાવિહોણા નાટકો કરી રહ્યો છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો