ઝઘડિયા તાલુકાના જીતપરા વગામાંથી લાપતા યુવકનું રહસ્યમય સંજોગોમાં માનવ કંકાલ મળી આવ્યું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીતપરા વગામાંથી લાપતા યુવકનું રહસ્યમય સંજોગોમાં માનવ કંકાલ મળી આવ્યું

ઝગડિયાના જીતપરાના કોતરમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચાર! ફિચવાડાના 36 વર્ષીય યુવક તરીકે ઓળખ, વન્યપ્રાણીના હુમલાની આશંકા!

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. ઉમલ્લા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ઝઘડિયા તાલુકાના ફિચવાડા બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા ૩૯ વર્ષીય ઇન્દ્રજીતસિંહ ભુપતસિંહ ઘરીયા ગત તા. ૨૦/૧૦/૨૦૨૬ ના રોજ પોતાના ઘરેથી સીમાડા વગા વાળા ખેતર બાજુ જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ પરત ઘરે આવ્યા ન હતા. પરિવાર દ્વારા લાંબી શોધખોળ કરવા છતાં યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેથી આ મામલે ઉમલ્લા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. દરમિયાન, આજનારોજ તા. ૩૦/૧૦/૨૦૨૬ ના રોજ જીતપરા વગામાં આવેલા કોતરના જંગલ વિસ્તારમાં પાણેથા ઓ.પી.થી ૭ કિમી દૂર એક માનવ કંકાલ મળી આવ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ઘટનાની જાણ થતાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.નિરંજન ભાઇ તથા હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જંગલની ઝાડીઓમાં કોઈ જાનવર દ્વારા સંપૂર્ણ ફાડી ખાધેલી હાલતમાં માનવ કંકાલના ટુકડા છૂટાછવાયા પડેલા હતા અને તેની નજીક જ કપડાં પણ પડેલા હતા. મૃતકની નજીક પડેલા કાળા કલરના ચોકડીવાળા શર્ટ અને ભૂરા રંગના નાઈટ ટ્રેક પેન્ટના આધારે મૃતકના પિતા ભુપતસિંહ દોલતસિંહ ઘરીયાએ આ કપડાં પોતાના પુત્ર ઇન્દ્રજીતસિંહના જ હોવાનું ઓળખી બતાવ્યું હતું અને તે કંકાલ તેમના દીકરા ઇન્દ્રજીતસિંહનું જ હોવાની ઓળખ કરી હતી.ઉમલ્લા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને યુવકનું આ રહસ્યમય મોત કેવી રીતે થયું તે અંગેની સઘન તપાસ શરૂ કરી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો