જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા પી.જી.પી.ગ્લાસ જંબુસરના સી.એસ.આર ઈનીસીએટીવ હેઠળ બ્રાહ્મણવાસી ગામ ખાતે સ્કીલ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરાયો.

સમીર પટેલ, ભરૂચ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા પી.જી.પી.ગ્લાસ જંબુસરના સી.એસ.આર ઈનીસીએટીવ હેઠળ બ્રાહ્મણવાસી ગામ ખાતે સ્કીલ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરાયો.

આજરોજ ભરૂચની જાણીતી સ્કીલ ટ્રેનીંગ સંસ્થા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા જંબુસર વિસ્તારમાં બ્રાહ્મણવાસી ગામ ખાતે પી.જી.પી ગ્લાસ કંપનીના સી.એસ.આર ઈનીસીએટીવ હેઠળ આસીસ્ટન્ટ ડ્રેસ મેકર અને બ્યુટી કેર આસીસ્ટન્ટ તાલીમ વર્ગોનો શુભારંભ કરાયો હતો.
જે.એસ.એસ ભરૂચના નિયામકશ્રી ઝયનુલ સૈયદ ધ્વારા સૌને આવકારતા સ્વાગત પ્રવચન થકી સમગ્ર તાલીમ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમા અતિથિ વિશેષપદે ગામના સરપંચશ્રી રાજેન્દ્રભાઈ પરમાર તેમજ પી.જી.પી ગ્લાસ કંપનીના શ્રી દિનેશ લોહાણા ડિ.જી.એમશ્રી વિનોદ મખીજા, શ્રી હિરેન પંડયા તેમજ પૂજાબેન ધ્વારા તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતુ.
જે.એસ.એસના શ્રી જે.એસ.કાગઝી તેમજ ટ્રેનર ફાલ્ગુનીબેન પટેલ અને અન્ય સ્ટાફ સભ્યો ધ્વારા તાલીમાર્થીઓને ટ્રેનીંગ કિટ અર્પણ કરાઈ હતી.

49
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો