જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કમ ઇન્ડક્શન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય ખાતે અનુસ્નાતક કક્ષાના પ્રથમ સત્રમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કમ ઇન્ડક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરીયાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં નવપ્રવેશિત અનુસ્નાતક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી કૃષિ ક્ષેત્રમાં રહેલી ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ અનુસ્નાતક અભ્યાસ દરમિયાન સંશોધન સમસ્યાઓની ઓળખ અને સંશોધન કાર્યમાં એન્ટી-પ્લેગેરિઝમ પોલિસીના મહત્વ અંગે ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત કુલસચિવ ડો. વાય. એચ. ઘેલાણીએ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રક્રિયાઓ તથા ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ ડો. આર. એમ. સોલંકી તથા સહ સંશોધન નિયામક ડો. વી. ડી. તારપરાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી રમતગમત, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વ્યક્તિ નિર્માણ તેમજ અનુસ્નાતક સંશોધન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમના પ્રારંભમાં ડો. પી. ડી. કુમાવતે ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતમાં ડો. એ. એસ. જાડેજાએ ઉપસ્થિત સર્વે અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ. સી. છોડવડીયા, આચાર્ય અને ડીન કૃષિ મહાવિદ્યાલય ડો. પી. ડી. કુમાવત, વિવિધ વિભાગોના વડાઓ, શિક્ષકો, રેક્ટરો, એકેડેમિક ઇન્ચાર્જ, અનુસ્નાતક વિદ્યાર્થીઓ તથા શિક્ષણ શાખાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો