ચંદ્રવદન બી મકવાણા

વલસાડ જિલ્લામાં ૩૦ ઓકટોબરના શુક્રવારે કિસાન ઉત્સવ દિવસની ઉજવણી થશે. જેના ભાગરૂપે જિલ્લામાંજિલ્લા પંચાયત સીટ દીઠ બે કાર્યક્રમો મળી કુલ ૩૬ જિલ્લા પંચાયત બેઠકો પર ૭૨ સ્થળોએ કાર્યક્રમોનું આયોજનકરવામાં આવ્યું છે. જેના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરી ખાતે કલેકટર નિતિન સાંગવાનના વડપણ હેઠળ બેઠકનુંઆયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કાર્યક્રમને અનુલક્ષીને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
તા.૩૦ મીએ વલસાડ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર પારડી પારનેરા ખાતે સવારે ૯–૦૦ વાગેશરૂ થશે. એમ જિલ્લા ખેતીવાડી અધિકારી અરૂણ ગરાસીયા દ્વારા જણાવાયું છે.
તા.૩૦ મી ઓકટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે રાષ્ટ્રવ્યાપીપીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીમાં સહભાગી થશે. જેનું જીવંત પ્રસારણ વલસાડ જિલ્લામાં યોજનારા કાર્યક્રમમાં૭૨ સ્થળોએ નિહાળી શકાશે. વડાપ્રધાન શ્રી પીએ કિસાન સન્માનનિધિ યોજનાના ૨૪ માં હપ્તારૂપે દેશના ૯.૬૨ કરોડથીવધુ ખેડૂતોને રૂા.૧૯૨૪૦ કરોડથી વધુની સહાય વિતરણ કરશે. જેમાં ગુજરાતના ૫૨.૨૯ લાખથી વધુ ખેડૂતોને રૂા.૧૦૪૮કરોડથી વધુ સહાય ડીબીટી થી સીધી બેંકમાં જમા થશે.
વલસાડ જિલ્લામાં અટગામ જિલ્લા પંચાયત બેઠક પર અટગામ અને પીઠા ખાતે કાર્યક્રમ થશે. જયારે ચણવઇબેઠક પર ચણવઇ અને રોણવેલ, ડુંગરી બેઠક પર ડુંગરી અને ગોરગામ, કકવાડી–દાંતી બેઠક પર કકવાડી અને ઉંટડી, કોસંબા બેઠક પર કોસંબા અને ભાગડાવડા, નનકવાડા બેઠક પર પારડી પારનેરા અને તિથલ, વાંકલ બેઠક પર વાંકલઅને ફલધરા, આંબાતલાટ બેઠક પર ઉકતા અને ભેંસદરા, આવધા બેઠક પર પીંડવળ અને જામલીયા, બામટી બેઠક પરભાંભા અને ખટાણા, હનમતમાળ બેઠક પર હનમતભાળ અને બોપી, માકડબંધ બેઠક પર અવલખડી અને તામછડી, તિસ્કરી તલાટ બેઠક પર ચીંચોઝર અને તિસ્કરીતલાટ, સરીગામ બેઠક પર સરીગામ અને ભીલાડ, ફણસા બેઠક પરફણસા અને કરજગામકરજગામ, મરોલી બેઠક પર મરોલી અને ધોડીપાડા, ખતલવાડા બેઠક પર નારગોલ અનેખતલવાડા, ડહેલી બેઠક પર ડહેલી અને ઝરોલી, મોહનગામ બેઠક પર મોહનગામ અને કાલઇ, સોળસુંબા બેઠક પરસોળસૂંબા અને દેહરી, સંજાણ બેઠક પર દહાડ અને સંજાણ, પરીયા બેઠક પર અંબાચ અને પરીયા, ઉમરસાડી બેઠક પરકોટલાવ અને કલસર, ટુકવાડા બેઠક પર ટુકવાડા અને સારણ, સુખેશ બેઠક પર ખુંટેજ અને પરવાસા, આસલોણા બેઠકપર મોટી પલસાણ અને આસલોણા, કપરાડા બેઠક પર કપરાડા અને ચાવશાળા, મેંધવાળ બેઠક પર કરચોંડ અને વાડી, સિલ્ધા બેઠક પર સિલ્ધા અને આંબાજંગલ, વડોલી બેઠક પર ઘોટણ અને સુથારપાડા, અંભેટી બેઠક પર કેવીકે અંભેટીઅને કાકડકોપર, માંડવા બેઠક પર માંડવા અને કાજલી, મોટાપોંઢા બેઠક પર મોટી તંબાડી અને મોટાપોંઢા અને નાનાપોંઢાજિલ્લા પંચાયત બેઠક પર નળીમધની અને નાનાપોંઢા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી થશે.








