વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી અંતર્ગત સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન કુલપતિ ડો. વી. પી. ચોવટીયા, સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક ડો. આર. એમ. સોલંકી, સહ-સંશોધન નિયામક ડો. વી. ડી. તારપરા, સહ-વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ. સી. છોડવડીયા તેમજ વિવિધ વિદ્યાશાખાના ડીન અને અધિકારીઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશની એકતા તથા અખંડિતતા જાળવવા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લીધા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી (મા) ડો. કે. એસ. રીબડીયા તથા સ્ટાફે કામગીરી સંભાળી હતી.










