ઈસરી ગામના કાલિદાસ એમ. પરમારની સાહિત્યિક સિદ્ધિની સરાહના, ‘ભીતરનો ભાવ’ પુસ્તકને મળી વિશેષ ઓળખ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ઈસરી ગામના કાલિદાસ એમ. પરમારની સાહિત્યિક સિદ્ધિની સરાહના, ‘ભીતરનો ભાવ’ પુસ્તકને મળી વિશેષ ઓળખ

અરવલ્લી જિલ્લાના ઈસરી ગામના વતની અને અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રોજેક્ટ સર્વેયર તરીકે ફરજ બજાવતા કાલિદાસ એમ. પરમારે સાહિત્ય સર્જન ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વ્યવસાયિક જવાબદારીઓની સાથે સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ અને સર્જનાત્મક અભિગમ સાહિત્યપ્રેમીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.કાલિદાસ એમ. પરમારની સાહિત્યિક સફરમાં ‘સદભાવના’થી લઈને ‘ભીતરનો ભાવ’ સુધીની રચનાત્મક યાત્રા નોંધપાત્ર રહી છે. તેમના પુસ્તક ‘ભીતરનો ભાવ’માં ગદ્ય અને પદ્યનો સુંદર સમન્વય જોવા મળે છે. આ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુર્જર સાહિત્ય ભવન સાથે સંકળાયેલી સાહિત્યિક ઓળખ મળવી તેમની સર્જનાત્મક ક્ષમતાને બિરદાવતી બાબત છે.નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ સાહિત્ય સર્જન પ્રત્યેની તેમની નિષ્ઠા અને અભિવ્યક્તિની અનોખી શૈલી સાહિત્ય ક્ષેત્રે સતત આગળ વધવાની તેમની ધગશ દર્શાવે છે. તેમના સર્જનો દ્વારા નવી પેઢીને સાહિત્ય પ્રત્યે અભિરુચિ કેળવવાની અને સર્જનાત્મક ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઈસરી ગામનું ગૌરવ વધારનાર કાલિદાસ એમ. પરમારની સાહિત્યિક સિદ્ધિને બિરદાવતાં તેમને સાહિત્ય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરવા અને પરિવાર, સમાજ તથા વતનનું નામ રોશન કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો