MORBI:મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી

MORBI:મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી

મોરબી તાલુકાની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વ નિમિત્તે માતાજીની આરાધના કરવામાં આવી હતી.

ઉજવણીના ભાગરૂપે શાળાના નાના ભૂલકાઓએ રંગબેરંગી કપડાઓ પહેરી ગરબે ઘૂમીને માતાજીની ભક્તિમાં લીન થઈ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે શેરીઓ અને ગલીઓમાં ઠેર ઠેર પ્રાચીન ગરબીઓ અને ફેશનેબલ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરી ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે સરકારી શાળાના નાના ભૂલકાઓ પણ આ ભક્તિથી બાકાત રહ્યા નથી. મોરબીના નવી પીપળી ગામની પ્રાથમિક શાળામાં બાળકોએ ગરબે રમી નવરાત્રીની ઉજવણી કરી હતી, આ કાર્યક્રમનું સંચાલન આચાર્ય બીપીનભાઈ બાલાસરા દ્વારા કરવામાં આવ્યું હતું.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો