કાલાવડના નિકાવા ગામે નદીમાંથી પાણી ખેંચવાની બે મોટરની ચોરી થયાની પોલીસ ફરિયાદ

કાલાવડના નિકાવા ગામે નદીમાંથી પાણી ખેંચવાની બે મોટરની ચોરી થયાની પોલીસ ફરિયાદ

ખેતરમાં સિંચાઈ માટે રાખેલી સબમર્સિબલ મોટર અને કોપર કેબલ મળી રૂપિયા ૨૧,૫૦૦નો મુદ્દામાલ ગાયબ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૬, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે ઉંડ નદીમાંથી ખેતરમાં પાણી ખેંચવા માટે રાખવામાં આવેલી બે સબમર્સિબલ મોટર તથા કેબલ વાયરની ચોરી થતાં ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નિકાવા ગામના ખેડૂત પંકજભાઈ રણછોડભાઈ તાળાની વાડીના શેઢા પાસે આવેલી ઉંડ નદીમાંથી પાણી ખેંચવા માટે સાડા સાત હોર્સપાવરની બે સબમર્સિબલ મોટર રાખવામાં આવી હતી. તા. ૨૮ ઓક્ટોબરના રાત્રિના દસેક વાગ્યાથી તા. ૨ નવેમ્બરના સાંજના પાંચ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો બંને મોટર ઉઠાવી ગયા હતા.
ચોરાયેલી મોટરમાં એક નવી મોટરની કિંમત રૂપિયા ૧૨ હજાર અને જૂની મોટરની કિંમત રૂપિયા આઠ હજાર તથા આશરે ૧૦૦ ફૂટ કોપર કેબલ વાયરની કિંમત રૂપિયા ૧,૫૦૦ મળી કુલ રૂપિયા ૨૧,૫૦૦નો મુદ્દામાલ ચોરાયો છે. બનાવ અંગે ખેડૂતની ફરિયાદ પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો