Rajkot: ગોંડલના અનિડા નજીક વહેલી પરોઢે માર્ગમાં જ ૧૦૮ એબ્યુલન્સમાં નવજાત શિશુની કિલકારી ગુંજી ઊઠી

તા.૨૮/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

લોધિકાની ૧૦૮ ટીમે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી: માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ.

ઈમરજન્સી મેડિકલ સેવા પુરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સમયસૂચકતા અને ત્વરિત તબીબી સેવા માટે જાણીતા છે. લોધિકા ૧૦૮ની ટીમે તા.૨૭ ઓક્ટોબરના રોજ વહેલી સવારે ૪:૪૪ કલાકે ગોંડલના અનીડા ગામ પાસે ઈમરજન્સીમાં એક સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી.

અનીડા ગામમાં રહેતા ગુડ્ડીબેન ઉમેશભાઈ ભુરીયાને તા.૨૭મીએ વહેલી સવારે અચાનક પ્રસવ પીડા ઉપડતાં પરિવારે તાત્કાલિક ૧૦૮ સેવાનો સંપર્ક કર્યો હતો. કોલ મળતાં જ સીએચસી લોધિકા લોકેશન ખાતે કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સપનાબેન અને પાયલટ દીપકભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

દર્દીની પ્રાથમિક તપાસ બાદ તુરંત હોસ્પિટલે ખસેડવા સગર્ભા મહિલાને ૧૦૮ મારફત લઈ જતા હતા, તે દરમિયાન માર્ગ વચ્ચે મહિલાને પ્રસૂતિની પીડા અતિ ગંભીર અને સ્થિતિ નાજુક જણાતાં તાત્કાલિક પ્રસૂતિ કરાવવાની અનિવાર્યતા ઊભી થઈ હતી.

આ જોખમી પરિસ્થિતિમાં ઈએમટી સપનાબેને ધૈર્ય, કુશળતા અને તબીબી પ્રોટોકોલનું પાલન કરીને એમ્બ્યુલન્સમાં જ સફળ અને સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ પ્રાથમિક સારવાર આપી માતા અને નવજાત શિશુ બંનેને આગળની વધુ તબીબી સારવાર અર્થે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ગોંડલ ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને નવજાત શિશુની તબિયત સ્વસ્થ છે.

વહેલી સવારે મુશ્કેલ સંજોગો વચ્ચે ૧૦૮ની ટીમે દર્શાવેલી ફરજનિષ્ઠા, ત્વરિત સેવા અને માનવતાભર્યા અભિગમની દર્દીના પરિવારજનો તથા સ્થાનિક લોકોએ પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો