કાલોલમાં રોડ રસ્તા ખુલ્લા કરાયા: ભાથીજી મંદિર રોડથી સ્ટેશન રોડ સુધી નડતરરૂપ દબાણો પર નગરપાલિકા અને પોલીસની સંયુક્ત કાર્યવાહી.

તારીખ ૦૯/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા દ્વારા આજરોજ શહેરના મુખ્ય બજારો સહિત રોડ રસ્તાઓને અડી ને આવેલા નડતરરૂપ દબાણો કાલોલ પોલીસ અને નગરપાલિકા સંયુક્ત કામગીરી હાથ ધરીને ૧૦૦ થી વધુ લારી ગલ્લા અને કાચા પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં આવી રીતે રોડ રસ્તાઓ પર દબાણ ન કરવાં તાકિદ કરી હતી. વધુમાં આડેધડ દબાણોને લઈને પણ વેપારીઓને ચેતવ્યા હતા જ્યાં અડચણ રૂપી સમાન વેપારીઓ દુકાનો આગળ મૂકી દુકાનો ની ઉપર છત બનાવવા માટે નડતરરૂપ પતરાંઓના બનાવેલ શેડ કાલોલ પોલીસના ભારે બંદોબસ્ત સાથે નગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરી દુર કરવામાં આવ્યા હતા આ કામગીરી મા કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ અને ટાઉન પોલીસ જમાદાર પ્રવિણભાઇ બારીયા સહિત પોલીસ સાથે હોમગાર્ડ અને નગરપાલિકા કર્મચારીઓની સંયુક્ત ટીમે કામગીરી હાથ ધરી હતી.જેમાં નડતરરૂપ ૧૦૦ થી વધુ લારી ગલ્લા તથા દુકાનો ઉપરના સેડ અને કાચા પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા. તદુપરાંત દુકાન આગળ બનાવેલ ઓટલા અને હવાઈ દબાણો દુર કર્યા હતા.તો ટ્રાફિક ને નડતર રૂપ વાહનો તથા વેપારી દ્વારા રોડ પર ગોઠવવામાં આવેલ નડતર રૂપ સામાન નહી રાખવા ચેતવણી આપવામાં આવી હતી જેમાં કાલોલ પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી ભાથીજી મંદિર રોડ, મેન ગેટ બસ સ્ટેન્ડ રોડ તેમજ બસ સ્ટેશન પાછળ નો રોડ, સ્ટેશન રોડ પ્રાણીની ટાંકી ફાયર સ્ટેશન, એમજીએસ સ્કુલની બાજુમાં અને ગાયત્રી મંદિર ગાર્ડન બાજુ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો