કાલોલના અલીન્દ્રા ગામમાં ચંદનના ઝાડની ચોરી: 6 વર્ષ પહેલા વાવેલા ઝાડની જાડી ડાળ કાપી અજાણ્યા શખ્સો ફરાર.

તારીખ ૦૯/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામમાં ચંદનના ઝાડની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગામની સીમમાં આવેલા સર્વે નંબર ૩૧૪ વાળા ખેતરમાં આશરે છ વર્ષ પહેલા ખૂબ જ મહેનતથી રોપવામાં આવેલા કિંમતી ચંદનના ઝાડને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું છે.

મળતી માહિતી મુજબ ગતરોજ તારીખ ૦૮/૦૯/૨૦૨૬ ના મોડી રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં ખેતર માલિકના કુટુંબીજનોએ ખેતરમાં કોઈ હલચલ જણાતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સો ખેતરમાં ઘૂસીને ચંદનના ઝાડને કાપી નાખ્યું હતું અને તેની એક મોટી અંદાજીત આંઠ ફ્રુટ ની જાડી ડાળ કાપીને લઈને ફરાર થઈ ગયા હતા. જ્યાં આ બનાવની જાણ થતાં ખેતર માલિક સુરેશભાઈ રમણભાઈ સોલંકી (રહે. માતાવાળું ફળિયું, કાલોલ) દ્વારા તાત્કાલિક કાલોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેખિતમાં અરજી આપવામાં આવી છે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો