વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
ટુ-વ્હીલર, એલ.એમ.વી.કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો ,3 – વ્હીલર પેસેન્જર વાહનો, Special વાહનોના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે.
ભુજ,તા-૦૭ નવેમ્બર : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી,ભુજ-કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર,થ્રી–વ્હીલર પેસેન્જર, એલ.એમ.વી. કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો, થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, સ્પેશિયલ વ્હીકલ/કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૧૬/૧૧/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૧૧/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૮/૧૧/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૧૧/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે.સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા https://vahan.parivahan.gov.in/fancy પર અરજી કરવાની રહેશે.








