
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઈડર ઘટક-૨ના આંગણવાડી કેન્દ્ર ખાતે “આંગણ ઉત્સવ-૨૦૨૬”ની ઉજવણી સાબરકાંઠા સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં કરાઇ.

આંગણ ઉત્સવ દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં નિયમિત હાજરી આપતા બાળકો તેમજ લાલ ગ્રેડમાંથી લીલા ગ્રેડમાં આવેલા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકોને ફળ તથા સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સગર્ભા માતાઓ અને કિશોરીઓને ટી.એચ.આર.નું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે છ માસ પૂર્ણ કરનાર બાળકને અન્નપ્રાશન કરાવી પૂરક આહારની શરૂઆત કરાવવામાં આવી હતી.
આંગણ ઉત્સવના માધ્યમથી બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ પ્રત્યે જાગૃતિ સાથે લાભાર્થીઓને વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી, સી.ડી.પી.ઓ.શ્રી, મુખ્ય સેવિકાબહેન, એન.એન.એમ. કો-ઓર્ડિનેટર તથા પી.એસ.ઈ. બહેન, બાળકો, ધાત્રી માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા










