કટોકટીમાં જીવન બચાવવાનું કૌશલ્ય શીખી જૂનાગઢની વિદ્યાર્થીનીઓ,  ડો.સુભાષ મહિલા કોલેજ ખાતે CPR અંગે માર્ગદર્શન અપાયું

ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ તથા રોટરી ક્લબ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીનીઓ માટે હૃદય અને ફેફસાંનું પુનર્જીવન (CPR) અંગે જીવનરક્ષક તાલીમ યોજાઈ હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ફિઝિશિયન ડો. શૈલેષ જાદવે હૃદયની ધબકારા તથા શ્વાસ બંધ થઈ ગયેલી વ્યક્તિને તાત્કાલિક મદદરૂપ થતી CPR પ્રક્રિયા, તેની યોગ્ય પદ્ધતિ અને જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેભાન વ્યક્તિ સામાન્ય રીતે શ્વાસ ન લેતી હોય અથવા હાંફતી હોય ત્યારે તાત્કાલિક CPR શરૂ કરવી, આસપાસથી મદદ મેળવવી તથા ૧૧૨ ઇમર્જન્સી નંબર પર સંપર્ક કરવો જેવી બાબતો સમજાવવામાં આવી હતી. પુખ્ત વ્યક્તિ, બાળક અને શિશુ માટેની CPR પદ્ધતિમાં રહેલા તફાવતો તેમજ બેભાન વ્યક્તિને પાણી કે દવા ન આપવી, તેને બેસાડવાનો પ્રયાસ ન કરવો જેવી મહત્વપૂર્ણ સાવચેતીઓ અંગે પણ માહિતી અપાઈ હતી. કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાના આદ્યસ્થાપક શ્રી બાપુજી (પેથલજીભાઈ ચાવડા)ની સ્મૃતિમાં સ્મરણાંજલિ ગાનથી થયો હતો. આચાર્યશ્રી ડો. બલરામ ચાવડાએ જીવનમાં ઉપયોગી કૌશલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો. સંચાલન ડો.નયનાબેન ગજ્જરે કર્યું હતું, જ્યારે પ્રા. ચેતનાબેન ચુડાસમાએ પરિચય અને ડો.મહેશ કિકાણીએ આભારવિધિ કરી હતી.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો