કાલોલ નજીક નર્મદા કેનાલમાંથી ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો.

તારીખ ૦૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ કણેટીયા ગામ નજીક નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, કણેટીયા ગામના સી.આર. ગેટ નં-૧૧૬ પાસે નર્મદા કેનાલના પાણીમાં એક આશરે ૩૦ થી ૩૫ વર્ષની વયના અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો જેણે જાંબુડી કલર નો શર્ટ તેમજ જીન્સ પેન્ટ પહેરેલ છે જેના કોઈ વાલી વારસ ની જાણ થાય તો કાલોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે. કોઈ અગમ્ય કારણોસર આ પુરુષ કેનાલના પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ખંડોલી (મુવાડી ફળિયુ) ખાતે રહેતા દશરથસિંહ ચંદુભાઈ પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાલોલ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.હાલમાં એ.એસ.આઈ. ધિરેન્દ્રસિંહ સુબેદારસિંહ આ મામલે આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે અને મૃતક પુરુષની ઓળખ છતી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

16
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો