કાલોલમાં પોષણ જાગૃતિનો સંદેશ: તાલુકા પંચાયત ખાતે પોષ્ટિક વાનગી સ્પર્ધા-2026 સંપન્ન, મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો રહી ઉપસ્થિત.

તારીખ ૦૭/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

૨૦૨૬ પોષણ ઉત્સવ અંતર્ગત આઇસીડીએસ કાલોલ ઘટક-૧ અને ઘટક-૨ માં પોષણ માસની ઉજવણી કાલોલ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પોષ્ટિક વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું.પોષણ માસની ઉજવણી દરમિયાન આઈસીડીએસ સ્ટાફ દ્વારા સરકારસશ્રી દ્વારા મળતી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.આ પોષણ ઉત્સવ ઉજવણીમાં THR અને મિલેટ્સ માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી બનાવીને સ્પર્ધા યોજી, આ વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમે આવેલ વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતાં.અંત્રે ઉલ્લેખનીય છે કે, પોષણ ઉત્સવ ૨૦૨૬ની ઉજવણી કાલોલ તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં THR અને મિલેટ્સનો ઉપયોગ કરવાથી થતા ફાયદા અને રોજ-બરોજના જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવા અંગેની માહિતી આપવામાં આવે છે.આ કાર્યક્રમમાં કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા પંચાયતના ટીડીઓ,આઇસીડીએસ ના સીડીપીઓ મોનીષાબેન પંચાલ અને વસુમતિબેન ચૌઘરી સહિત આગેવાનો અને આઇસીડીએસ કર્મચારીઓ સહિત મોટીસંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો હાજર રહ્યાં હતાં.

16
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો