MORBI:મોરબીના કંડલા બાયપાસ પર મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૫ શખ્સો રોકડ સાથે ઝડપાયા

મોરબી:શહેરના કંડલા બાયપાસ રોડ પર આવેલી આનંદનગર સોસાયટીમાં ધમધમતા જુગારધામ પર મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. ૩૬,૯૦૦ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, કંડલા બાયપાસ પર પાપાજી ફન વર્લ્ડ પાછળ આવેલ આનંદનગર સોસાયટીમાં રહેતો પ્રફુલભાઈ પંડ્યા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવે છે.
મળેલી બાતમીના આધારે પોલીસે મકાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં હારજીતનો જુગાર રમી રહેલા પાંચેય આરોપીઓને પોલીસે કોર્ડન કરી રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ:૧. પ્રફુલભાઈ પંડ્યા (રહે. આનંદનગર, મોરબી)૨. ભરતસિંહ મદારસિંહ પરમાર (રહે. મોરબી)૩. રફીકભાઈ હાસમભાઈ કાશમાણી (રહે. મોરબી)૪. કલ્પેશભાઈ ધીરજલાલ બરાસરા (રહે. મોરબી)૫. કમલેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ મોતીભાઈ મેવાડા (રહે. મોરબી)
પોલીસે જુગારના પટમાંથી તેમજ અંગઝડતી દરમિયાન મળી આવેલ કુલ રૂ. ૩૬,૯૦૦ની રોકડ રકમ કબજે કરી તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.












