HALVAD:હળવદના ચરાડવા સીમમાંથી જુગારધામ ઝડપાયું: મોરબી LCBએ ૧.૪૧ લાખની રોકડ સાથે ૧૨ શખ્સોને દબોચ્યા

HALVAD:હળવદના ચરાડવા સીમમાંથી જુગારધામ ઝડપાયું: મોરબી LCBએ ૧.૪૧ લાખની રોકડ સાથે ૧૨ શખ્સોને દબોચ્યા

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં અદાણી સીએનજી પંપ સામે આવેલી ‘માં ભરડીયા’ની ઓરડીમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા ૧૨ શખ્સોને ઝડપી પાડી ₹૧,૪૧,૫૦૦/- ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી સૂચના મુજબ એલસીબી ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કાર્યરત હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આંદરણા ગામનો જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ મોરબી-હળવદ રોડ પર ચરાડવા ગામની સીમમાં આવેલ ભરડીયાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમાડી રહ્યો છે.

બાતમીના આધારે પંચો સાથે દરોડો પાડતા સ્થળ પરથી ૧૨ આરોપીઓ રોકડ રકમ તથા ગંજીપાના સાથે પકડાઈ ગયા હતા. આ અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ:૧. જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ (ઉં.વ. ૫૦, રહે. આંદરણા, તા.જી. મોરબી)૨. દિલીપભાઈ મનજીભાઈ પટેલ (ઉં.વ. ૫૧, રહે. મારૂતિનંદન સોસાયટી, મોરબી)૩. કિશનભાઈ મુકુંદરાય ગોંડલીયા (ઉં.વ. ૩૭, રહે. કુબેરનગર શેરી નં.૩, મોરબી)૪. ફેનીલભાઈ કિરીટભાઈ પટેલ (ઉં.વ. ૨૮, રહે. મિલનપાર્ક, મહેન્દ્રનગર, મોરબી)૫. હરિમિત્ર હેમશંકરભાઈ રાવળ (ઉં.વ. ૩૬, રહે. કુબેરનગર-૨, નવલખી રોડ, મોરબી)૬. જીગ્નેશભાઈ અરવિંદભાઈ પટેલ (ઉં.વ. ૩૯, રહે. અલાપ રોડ, મોરબી)૭. મયંકભાઈ તળશીભાઈ પટેલ (ઉં.વ. ૩૭, રહે. ધર્મમંગલ-૨, મહેન્દ્રનગર, મોરબી)૮. જયદીપભાઈ વાલજીભાઈ પટેલ (ઉં.વ. ૩૨, રહે. શ્રીજી પેલેસ એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી)૯. હરગોવિંદભાઈ શંકરભાઈ પટેલ (ઉં.વ. ૩૩, રહે. ઉમારેસીડેન્સી, મહેન્દ્રનગર, મોરબી)૧૦. રમેશભાઈ વેલાભાઈ ભરવાડ (ઉં.વ. ૩૧, રહે. સમલી, તા. હળવદ)૧૧. હરેશભાઈ ઓધવજીભાઈ પટેલ (ઉં.વ. ૩૫, રહે. ધર્મમંગલ સોસાયટી, મહેન્દ્રનગર, મોરબી)૧૨. મનસુખભાઈ મગનભાઈ પટેલ (ઉં.વ. ૫૦, રહે. પ્રભુકૃપા-બી.૨, મહેન્દ્રનગર, મોરબી)

કામગીરી કરનાર ટીમ:આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ એસ.પી. જાડેજા, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ વી.જી. માલાણી તથા એએસઆઈ ઈશ્વરભાઈ કલોતરા, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જીલરીયા, નિર્મળસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઈ ચાણકીયા અને પ્રદિપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો