HALVAD:હળવદમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાઈપ વડે હુમલો

HALVAD:હળવદમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાઈપ વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ સામે ગુનો દાખલ

 

હળવદ ટાઉન વિસ્તારમાં સામાન્ય બોલાચાલીની અદાવત રાખી એક યુવક પર પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા પાન પાર્લર પાસે બનેલી આ ઘટના અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, હળવદના દંતેશ્વર દરવાજા અંદર રહેતા ધ્યેયભાઈ સુરેશભાઈ કણઝરીયા રેલ્વે સ્ટેશન રોડ પર બેંક ઓફ બરોડા પાસે આવેલી ‘યશ પાન’ની દુકાને ગયા હતા. તે દરમિયાન હળવદની કરાંચી કોલોનીમાં રહેતો વિષ્ણુ દેવાભાઈ ઝાપડા ત્યાં આવી પહોંચ્યો હતો.

અગાઉ ફરિયાદીના ભાઈ સાથે પાણીની બોટલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી આરોપી વિષ્ણુએ ધ્યેયભાઈ સાથે ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ આરોપીએ પોતાની ગાડીમાંથી લોખંડની પાઈપ કાઢી ધ્યેયભાઈ પર તૂટી પડી શરીરે આડેધડ મુંઢમાર માર્યો હતો. હુમલો કર્યા બાદ “જો ફરી ક્યાંય ભેગો થયો તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી વિષ્ણુ ઝાપડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો