દિવાળીના તહેવાર ટાણે જૂનાગઢમાંથી ભેળસેળયુક્ત ઘીનું મોટું કૌભાંડ ઝડપાયું

જૂનાગઢ : આગામી તહેવારો દરમિયાન નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી નકલી ઘી, દૂધ અને પનીર જેવી ખાદ્યસામગ્રીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે S.O.G. દ્વારા બાતમીના આધારે શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં સફળ દરોડો પાડી મોટા પાયે ચાલી રહેલા બનાવટી ઘીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
મળેલ ચોક્કસ સંયુક્ત બાતમીના આધારે પોલીસે દોલતપરા જી.આઈ.ડી.સી. સ્થિત એક ગોડાઉન પર અચાનક રેઇડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી અંદાજે ૫૦૦ કિલોગ્રામ જેટલો ભેળસેળયુક્ત ઘીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹૧,૧૦,૦૦૦/- આંકવામાં આવી છે. આ ઉપરાંત સ્થળ પરથી દીવેલ સહિત બનાવટી ઘી તૈયાર કરવા માટે વપરાતી વિવિધ સાધન-સામગ્રી પણ કબજે કરવામાં આવી છે.
ઘટના સંદર્ભે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ પર પહોંચી નકલી ઘીના નમૂના મેળવીને આગળની વૈજ્ઞાનિક તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ મથકે જાણવાજોગ નોંધ કરી, લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતી ભેળસેળયુક્ત પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો