0%

MORBI:રાષ્ટ્રીય એકતા પર્વની ભવ્ય પરેડમાં મોરબીની વિદ્યાર્થીનીઓએ અદભુત નૃત્યકલા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં દિકરીઓએ કથક અને ભરતનાટ્યમ દ્વારા કલાના કામણ પાથર્યા

દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા પર્વની ભવ્ય ઉજવણીમાં એકતા પરેડ દરમિયાન મોરબીની વિદ્યાર્થીનીઓ દ્વારા ભરતનાટ્યમ અને કથક નૃત્યની અદભૂત અને અતિ સુંદર પ્રસ્તુતિ કરી હતી જે સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે.

આ કાર્યક્રમમાં ભરતનાટ્યમ ટીમમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની ૧૨ વિદ્યાર્થીનીઓ અને ૧ શિક્ષક તથા કથક ટીમમાં ૯ વિદ્યાર્થીનીઓ અને ૧ શિક્ષક એમ કુલ મળીને ૨૧ વિદ્યાર્થીનીઓ અને ૨ શિક્ષકોએ ભારતીય શાસ્ત્રીય નૃત્યની સુંદર રજૂઆત દ્વારા ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ જણાવતા કહ્યું કે ત્યાં અમારા દરેક માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી તથા સમગ્ર મોરબી જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી તથા ભારતના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા કલાકારો સાથે આ ભવ્ય રાષ્ટ્રીય મંચ પર પોતાની કલાનું પ્રદર્શન કરવું એ અમારા માટે એક યાદગાર અને ગૌરવપૂર્ણ અનુભવ રહ્યો હતો.

શિક્ષણ સાથે સંસ્કૃતિ અને કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ તથા તમામ કોઓર્ડિનેટરશ્રીઓએ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રાજ્યકક્ષાની અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી **** મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બંને ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે **** ભરૂચ : શુક્રવાર : SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓએ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પસંદગી પામેલા ખેલાડીઓમાં વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. બંને હોનહાર ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ બંને વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની સફળતા પાછળ તેઓની અવિરત મહેનત, નિયમિત અભ્યાસ, રમત પ્રત્યેની લગન, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલકો, ખેલાડીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. એકેડમી દ્વારા બંને હોનહાર ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા વતી અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો