બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બાલિકા પંચાયતની દીકરીઓએ ઘરના મુખ્ય દ્વાર પર દીકરીઓના નામની નેમ પ્લેટ લગાવી દીકરીઓના સ્વાભિમાન અને સમાનતાને અપાયું પ્રોત્સાહન

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા ચાલતી ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત દીકરીઓના સર્વાંગી વિકાસ અને સમાનતાના અધિકારને ઉજાગર કરવા માટે વંથલી તાલુકાના ધણફુલીયા ગામે ઘર પર દીકરીઓના નામની સન્માનજનક નામની નેમ પ્લેટ  લગાવવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન ટીમ અને આંગણવાડી સ્ટાફની મદદથી ગામની ૦ થી ૧૮ વર્ષની તમામ બાલિકાઓના નામોની યાદી તૈયાર કરી, બાલિકા પંચાયતની સભ્યોએ આંગણવાડી કાર્યકર બહેનોને સાથે રાખીને ગામના ઘરે-ઘરે જઈને સર્વે કર્યો હતો. જેમાં ગામની ૦ થી ૧૮ વર્ષની વય જૂથની દરેક બાલિકાનું ચોક્કસ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત દરેક બાલિકાના નામની નેમ પ્લેટ બાલિકા પંચાયતની સક્રિય સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધણફુલીયા ગામના દરેક ઘરના મુખ્ય દ્વાર પર  ગૌરવભેર લગાવામાં આવી હતી. આ અનોખી કામગીરીથી સમાજમાં એવો સ્પષ્ટ સંદેશો પહોંચ્યો છે કે દીકરીઓ બોજ નહીં પરંતુ ઘરની રોનક અને ભવિષ્યની ધરોહર છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સહયોગથી ધણફુલીયા ગામે થયેલી આ કામગીરી સમગ્ર જિલ્લામાં દીકરીઓના ઉત્થાન માટે એક રોલ મોડેલ સમાન બની રહી છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો