દૂધવા ગામે SOGનો સપાટો લાયસન્સ વગરના ફટાકડાનો જથ્થો ઝડપાયો, રૂ.64.42 લાખનો મુદ્દામાલ જપ્ત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ધુધવા ગામની સીમમાં SOG વાવ-થરાદે દરોડો પાડી રૂ.64,42,821નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. લાયસન્સ વગર તથા ફાયર સેફ્ટીના જરૂરી સાધનો વિના રહેણાંક મકાનમાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.

પોલીસને મળેલી બાતમીના આધારે ધુધવા ગામની સીમમાં રહેતા ઈશ્વરભાઈ જયાભાઈ પટેલના કબજા-ભોગવટાવાળા ખેતરમાં બનાવેલા રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડના સળગી ઊઠે તેવા વિસ્ફોટક પદાર્થો તથા ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ફટાકડાના સંગ્રહ માટે જરૂરી લાયસન્સ, ફાયર સેફ્ટીના સાધનો તથા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું ન હતું. સ્થળ પરથી અલગ-અલગ પ્રકારના ફટાકડા સહિતનો કુલ રૂ.64,42,821નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ મામલે ધુધવા ગામના ઈશ્વરભાઈ જયાભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 287, 288 તથા એક્સપ્લોઝિવ એક્ટ-1884ની કલમ 9(B) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ થરાદ પોલીસ સ્ટેશનના PSI/પોલીસ સબ ઈન્સ્પેક્ટરને સોંપવામાં આવી હોવાનું પોલીસની વીગતમાં જણાવાયું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો