MORBI:મોરબી: વોર્ડ નં. 11માં નીતિન પાર્ક સોસાયટી પાસે ભૂગર્ભ ગટરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ; કાયમી નિરાકરણ માટે નવી લાઈન નાખવા સૂચના

MORBI:મોરબી: વોર્ડ નં. 11માં નીતિન પાર્ક સોસાયટી પાસે ભૂગર્ભ ગટરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ; કાયમી નિરાકરણ માટે નવી લાઈન નાખવા સૂચના

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળ આવતા વોર્ડ નંબર 11 સ્થિત નીતિન પાર્ક સોસાયટી, બાયપાસ પાસે ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યા ઉદ્ભવતા સ્થાનિકો દ્વારા પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદને ધ્યાને લઈ મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી હતી.

ઘટનાસ્થળે મોરબી મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી, ભૂગર્ભ શાખાના માનનીય ચેરમેનશ્રી, બાંધકામ વિભાગના માનનીય ચેરમેનશ્રી તેમજ ભૂગર્ભ શાખાના શાખા અધ્યક્ષ સહિતની ટીમે રૂબરૂ પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ટીમે સ્થળ પર જ ઉપસ્થિત રહી ગટર ઉભરાવાની સમસ્યાનું યુદ્ધના ધોરણે તાત્કાલિક નિરાકરણ કરાવ્યું હતું, જેથી સ્થાનિક રહીશોને તાકીદે રાહત મળી હતી.

આ ઉપરાંત, સદર વિસ્તારમાં ભવિષ્યમાં આવી સમસ્યા વારંવાર ન સર્જાય અને પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવે તે હેતુથી ત્યાં ભૂગર્ભ ગટરની નવી પાઈપલાઈન નાખવાની સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા ઝડપી અને સકારાત્મક કામગીરી હાથ ધરાતા સોસાયટીના રહીશોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો