તા. ૨૬.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Bariya:દેવગઢ બારીઆના દશેરાના મેળામાં જોખમી સ્ટંટ: મંજૂરી વગર ચાલતી રાઈડ્સ સામે આક્રોશ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક જેલબાગ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠ દિવસીય ભવ્ય દશેરાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ મેળામાં મનોરંજનના સાધનોમાં કેટલાક યુવકો દ્વારા જીવના જોખમે કરાતા સ્ટંટ અને તંત્રની બેદરકારીને કારણે મુલાકાતીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ચાલુ રાઈડ્સમાં જોખમી સ્ટંટથી દહેશત મેળામાં આવેલી વિવિધ મનોરંજનની રાઈડ્સમાં કેટલાક યુવકો ચાલુ રાઈડ દરમિયાન જોખમી રીતે લટકવું કે ઉપર ચડી જવું જેવા સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. આ પ્રકારના જોખમી કારનામા જોઈને મેળામાં પરિવાર સાથે આવેલા લોકો અને નાનાં બાળકોમાં ફાળ પડી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.બિનઅધિકૃત રાઈડ્સ ધમધમતી હોવાનો આક્ષેપ મેળામાં ‘ડ્રેગન ટ્રેન’ અને ‘મિક્સર રાઈડ્સ’ જેવી જોખમી સાધનોની યોગ્ય મંજૂરી ન હોવા છતાં પણ તે બિન્દાસ્તપણે ચલાવવામાં આવી રહી છે. વહિવટી તંત્ર અને સુરક્ષા વિભાગની આંખ સામે જ નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છેજવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ગત દિવસોમાં રાજ્યમાં બનેલી રાઈડ્સ દુર્ઘટનાઓમાંથી પણ પાઠ ન શીખાયો હોય તેમ અહીં સુરક્ષાના નિયમો નેવે મૂકાયા છે. જો કોઈ અનિચ્છનીય ઘટના કે મોટી દિલધડક હોનારત સર્જાશે તો તેનો ભોગ નિર્દોષ નાગરિકો બનશે. જેથી નગરજનો અને મેળાની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ દ્વારા આ જોખમી સ્ટંટબાજો અને બિનઅધિકૃત રાઈડ્સ સંચાલકો સામે તાત્કાલિક ધોરણે કડક પગલાં ભરવામાં આવે તેવી આકરી માંગણી કરવામાં આવી છે.








