વાવ-થરાદમાં ઓછા વરસાદથી પશુપાલન સંકટમાં ઘાસચારાની અછત વચ્ચે પશુપાલકોની મુશ્કેલી વધતાં જિલ્લા સરપંચ એસોસિએશનની સરકાર સમક્ષ રજૂઆત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લામાં ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ખેતીની સાથે હવે પશુપાલન વ્યવસાય પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. વિવિધ વિસ્તારોમાં પૂરતા વરસાદના અભાવે ઘાસચારો ઉપલબ્ધ ન થતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.

જિલ્લા સરપંચ એસોસિએશનના પ્રમુખ જેઠાભાઈ વી. પટેલે કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે વાવ-થરાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો નોંધાયો હોવાથી ખેડૂતો અને પશુપાલન આધારિત પરિવારો પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને વાવ, થરાદ, સુઇગામ, ધરણીધર, ભાભર, દિયોદર, રાહ અને લાખણી સહિતના તાલુકાઓમાં વરસાદની ખેંચના કારણે પશુઓ માટે લીલા ઘાસચારા તેમજ સૂકા ઘાસચારાની અછત ઊભી થઈ છે.

પશુપાલકો માટે પશુધનનું નિર્વાહ કરવું મુશ્કેલ બનતું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ઘાસચારો મોંઘો થવાની સ્થિતિમાં પશુપાલકોને આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

તમામ તાલુકાઓમાં તાત્કાલિક ઘાસચારો પહોંચાડવાની માંગ

સરપંચ એસોસિએશને વાવ-થરાદ જિલ્લાના અસરગ્રસ્ત તમામ તાલુકાઓમાં પશુધન માટે પૂરતા પ્રમાણમાં લીલો અને સૂકો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા તેમજ જરૂરિયાત મુજબ ઘાસ વિતરણની વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે સમયસર ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે તો પશુપાલકોને રાહત મળી શકે અને આગામી સમયમાં પશુધનને ઘાસચારાની અછતનો સામનો ન કરવો પડે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો