“સત્તા મળી એનો મતલબ એવો નથી કે નિર્દોષોને દંડશો!”, ગુજરાત હાઈકોર્ટે પોલીસને આડેહાથ લીધી

અમદાવાદના 78 લાખ 99 હજારના સાયબર ક્રાઇમમાં ખોટી રીતે ફસાવી દીધેલા વ્યકિતએ હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરી છે. તેમાં એવી રજૂઆત કરી હતી કે, તેની સામે પોલીસ પાસે કોઇ પુરાવો નથી છતાં તેની સાથે મારઝુડ કરીને ગુનો કબુલી લેવા દબાણ કરવામાં આવે છે. જસ્ટીસ હસમુખ સુથારે જવાબદાર તપાસનીશ પોલીસ અધિકારીને ખુબ ખખડાવ્યા હતા.

હાઈકોર્ટે કહ્યું કે, ‘તમે ગુનેગારોને છાવરો છો તે સ્પષ્ટ જણાઇ આવે છે. તમને સત્તા મળી એનો મતલબ એવો નથી કે તમે નિર્દોશોને દંડશો. કોઈ આરોપી તમારે હાથ લાગતો ના હોય તો તેના ભાઇને કે ઘરવાળાને થોડી આરોપી બનાવી શકાય?’ કોર્ટે પોલીસને આડેહાથ લેતા એવી ટકોર કરી હતી કે, તમે સોંગદનામા પર ખુલાસો કરો કે તમે કયા પુરાવાને આધારે આ વ્યકિતને આરોપી બનાવ્યો છે? જો તમે ખુલાસો નહીં કરી શકો તો કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર રહેજો.

સરકાર તરફે પી.આઇનો બચાવ કરતી દલીલ કરાતા હાઇકોર્ટે સખત નારાજગી દર્શાવી હતી. કોર્ટે સણસણતા સવાલો કર્યા હતા કે, ‘સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સપેકટર થઇને તમને તપાસ કરતા નથી આવડતી. કોઇપણ સાયબરના ગુનાની પ્રાથમિક સમજણ પણ તમને નથી પડતી. હાલ જે અરજદારે અરજી કરી છે તેના બેંક એકાઉન્ટમાં પૈસા જમા નથી થયા છતા તમે તેને શેના આધારે ધરપકડ કરી શકો. તમે ગુનેગારોને છાવરવા માટે એફઆઇઆરને ડીઝાઇન કરી છે.’

કોર્ટે એવી ટકોર કરી હતી કે, ‘ઉપરવાળાનો થોડો તો ડર રાખો. ગમે તેને આરોપી ના બનાવી શકાય. હવે કોર્ટ જે કામગીરી કરે તેના માટે તૈયાર રહેજો.’

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો