કાલોલ તાલુકાના સાગાના મુવાડામાં ઈકો ગાડી ધીમી ચલાવવાનું કહેતા યુવક પર હુમલો: ત્રણ સામે ગુનો નોંધાયો.

તારીખ ૧૯/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સાગાના મુવાડા (નદીવાળું ફળિયું) ગામમાં રસ્તે જતાં યુવક પર પાણીના છાંટા ઊડતાં ગાડી ધીમી ચલાવવાનું કહેવા જેવી નજીવી બાબતે ઝઘડો કરી ત્રણ શખસોએ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારના સાડા દસેક વાગ્યાના સુમારે ફરિયાદી સવિતાબેન સંજયસિંહ સોલંકી ગામના આર.સી.સી. રસ્તા પર કપડાં ધોતા હતા. તે દરમિયાન બૂમાબૂમ થતાં તેઓ દોડીને ત્યાં ગયા હતા.તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, તેમના દિયર દિનેશભાઈ રંગીતસિંહ સોલંકી રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઈકો ગાડી પૂરઝડપે નીકળતા તેના છાંટા દિનેશભાઈ પર ઉડ્યા હતા. દિનેશભાઈએ ગાડી ધીમે ચલાવવાનું કહેતા જ ગામના રાહુલભાઈ મહોબતસિંહ સોલંકી, કિશોરભાઈ નરવતસિંહ સોલંકી અને કલ્પેશભાઈ સોમસિંહ સોલંકી નામના ત્રણ ઈસમોએ ઈકો ગાડી વાળાનું ઉપરાણું લઈ દિનેશભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને ઉશ્કેરાઈને ગડદાપાટુનો માર માર્યો હતો.દરમિયાન કલ્પેશભાઈએ દિનેશભાઈનું ગળું દબાવી નખ વાગતાં ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. વચ્ચે છોડાવવા પડેલાં અન્ય મહિલા (અરૂણાબેન) ને પણ કલ્પેશભાઈએ ગાલ પર ઝાપટ મારી દીધી હતી.આસપાસના લોકોએ વચ્ચે પડીને દિનેશભાઈને વધુ મારથી છોડાવ્યા હતા. જતા-જતા આ ત્રણેય આરોપીઓએ ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ઈજાગ્રસ્ત દિનેશભાઈને શરીરે અસહ્ય દુખાવો ઉપડતાં તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે સારવાર અર્થે કાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે સવિતાબેન સોલંકીની ફરિયાદના આધારે કાલોલ પોલીસે ત્રણેય આરોપીઓ (રાહુલ સોલંકી, કિશોર સોલંકી અને કલ્પેશ સોલંકી) વિરૂદ્ધ બી.એન.એસ. (BNS) ની વિવિધ કલમો ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨) અને ૧૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ધીરેન્દ્રકુમાર યાદવને સોંપી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો