તારીખ ૧૯/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માટીમાંથી બનાવેલ મૂર્તિઓ દ્વારા ગણેશમહોત્સવની ઉત્સાહભેર ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી. ધાર્મિક મૂલ્યો સાથે ઇકોફ્રેન્ડલી મૂર્તિની પૂજા અર્ચના કરી તેનું વિસર્જન કરવાથી પર્યાવરણનું રક્ષણ કરી કઈ રીતે કરી શકાય તેવી બાબતો જળ પ્રદુષણ અટકાવવા, ભીડ-ટ્રાફિક અટકાવવા, પવિત્રતા જળવાય,વિસર્જન કરેલ માટી અને પાણીનો પણ સદુપયોગ કરી શકાય છે તે બાબતોની સમજ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી











