તારીખ ૨૦/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલની શ્રીગોડ જ્ઞાતિ જીર્ણ પક્ષ (૧૩૫) દશગામ પંચના સમસ્ત જ્ઞાતિજનોના સહકારથી શ્રી મહાલક્ષ્મી માતાજીના પ્રાગટ્ય દિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભાદરવા સુદ-૯, રવિવારના રોજ શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરે સવારે ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં નવ જેટલા નવદંપતિઓએ યજમાન તરીકે મહાપૂજામાં ભાગ લઈ પૂજા-અર્ચના તથા મહાઆરતીનો લાભ લીધો હતો.શ્રીગોડ જ્ઞાતિ દ્વારા મહાલક્ષ્મી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે વર્ષોથી પરંપરાગત રીતે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. જેમાં શ્રીગોડ જ્ઞાતિના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પરિવારજનો સાથે ઉપસ્થિત રહી મહાયજ્ઞનો લાભ લીધો હતો.










