ભાદરવી પૂનમ મહામેળાને લઈને અંબાજી પંથકમાં ખાદ્ય સુરક્ષા તંત્ર સક્રિય; દાંતા ખાતે ૨૬ એકમોનું સઘન ચેકિંગ

19 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

​‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ દ્વારા દાંતામાં ખાદ્ય સુરક્ષા ઝુંબેશ: ૩૮ નમૂનાઓની સ્થળ પર જ કરાઈ ચકાસણી.વેપારીઓને સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા માર્ગદર્શન: દાંતામાં ફૂડ સેફ્ટી ટીમ દ્વારા વિશેષ ઝુંબેશ.અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન મોટી સંખ્યામાં આવતા યાત્રિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખોરાક મળી રહે તે માટે ખાદ્ય સુરક્ષા તંત્ર દ્વારા સઘન ખાદ્ય સુરક્ષા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ના માધ્યમથી દાંતા ખાતે વિવિધ ખાદ્ય એકમોની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા સ્થળ પર જ ખાદ્ય નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન દાંતા ખાતે કુલ ૨૬ ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૩૮ નમૂનાઓની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ મહામેળા દરમિયાન યાત્રિકોને ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ ઉપરાંત ખાદ્ય સુરક્ષા તંત્ર દ્વારા ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તથા સંચાલકોને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા, સ્વચ્છતા રાખવા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને જાગૃતિ આપવામાં આવી હતી.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રાજ્યકક્ષાની અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી **** મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બંને ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે **** ભરૂચ : શુક્રવાર : SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓએ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પસંદગી પામેલા ખેલાડીઓમાં વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. બંને હોનહાર ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ બંને વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની સફળતા પાછળ તેઓની અવિરત મહેનત, નિયમિત અભ્યાસ, રમત પ્રત્યેની લગન, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલકો, ખેલાડીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. એકેડમી દ્વારા બંને હોનહાર ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા વતી અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો