જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આજરોજ વર્ષોથી ચાલી આવતી ક્ષત્રિય સમાજની ઐતિહાસિક પરંપરા મુજબ આજે દરબારાગઢ સ્થિત ભવાની માતાજીના મંદિરે પરંપરાગત શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું

સમાજના પ્રમુખ- પી. પી. ચુડાસમા (રહીજ) ગામે સહિત આગેવાનો વડીલો અને સમાજના મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ધાર્મક વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો
શસ્ત્ર પૂજા બાદ ભવાની માતાજીના આશીર્વાદ સાથે માંગરોળના મુખ્ય માર્ગ પરથી રામદેવપીર મંદિર સુધી પરંપરાગત છડી યાત્રા નીકળી હતી
આ પ્રસંગે ક્ષત્રિય સમાજની ધાર્મિક આસ્થા અને વર્ષો જૂની સાંરકૃતિક વિરાસમાનાં દશૅન થયાં હતાં
સમય બદલયો, પેઢીઓ બદલાઈ, પરંતુ માંગરોળની આ ઐતિહાસિક પરંપરાનો વારસો આજે પણ શ્રદ્ધા , સંસ્કાર અને ગૌરવ સાથે જાળવી રાખવામાં આવી રહ્યો છે….
——– રિપોર્ટર——
વસંતભાઈ અખિયા, માંગરોળ
મો. 9979589667










